15 Jun 2015

ગુજરાત પોલીસ દળમાં લોકરક્ષક ભરતી અંગેની સૂચનાઓ


ગુજરાત પોલીસ દળમાં લોકરક્ષક ભરતી અંગેની સૂચનાઓઃ
(૧)લોકરક્ષક પરીક્ષામાં પૂછવામાં આવેલ પ્રશ્નના અનુસંધાને ઉમેદવારો તરફથી થયેલ રજૂઆતો સંદર્ભે "નીચેનામાંથી કયા રંગો પ્રાથમિક રંગો છે?" તે પ્રશ્નના જવાબ અંગે ભરતી બોર્ડ તરફથી ગુજરાત પાઠયપુસ્તક મંડળની ધોરણ-૧૦ના સાયન્સ અને ટેકનોલોજીની પાઠયપુસ્તકને ધ્યાને લઇ બે જવાબને બોર્ડે સાચા માનેલ છે જે નીચે મુજબ છેઃ-
"લાલ, વાદળી, પીળો તથા લાલ, લીલો, વાદળી"
(ર)પુરૂષ ઉમેદવારોનું લેખિત પરીક્ષાનું OMR રીચેકીંગ તેમજ ઉપર મુજબ ફેરફાર પછીના પરીણામ માટે અહિં કલીક કરો
(3)મહિલા ઉમેદવારોનું લેખિત પરીક્ષાનું ઉપર મુજબ ફેરફાર પછીના પરીણામ માટે અહિં કલીક કરો
(૪)જે મહિલા ઉમેદવારોએ લેખિત પરીક્ષામાં (એ) જનરલ કેટેગરીમાં ૬૦ ગુણ (બી) એસ.સી.કેટેગરીમાં પ૬ ગુણ (સી) એસ.ટી.કેટેગરીમાં પપ ગુણ (ડી) એસ.ઇ.બી.સી. કેટેગરીમાં પ૩ ગુણ અથવા તેથી વધારે મેળવેલ હોય અને જેઓ પાસે નીચે મુજબના એક અથવા તેથી વધારે સર્ટીફીકેટો હોયઃ- (એ)એન.સી.સી. ‘સી’ સર્ટીફીકેટ (બી)રક્ષા શકિત યુનિવર્સિટી ના ડીગ્રી/ડિપ્લોમા સર્ટીફીકેટ (સી)વિધવા ઉમેદવારના પતિના મરણનો દાખલો (ડી)રમતગમતના સર્ટીફીકેટસ (સરકારના સા.વ.વિભાગના વખતો વખતના નિયમો મુજબની રમત રમેલ હોય તેવા કિસ્સામાં મેળવેલ ગુણના પાંચ ટકા વધારે ગુણ મળવાપાત્ર છે) પરંતુ શરતચૂકથી આ વધારાની લાયકાતો અંગેની વિગત અરજીપત્રકમાં ભરવાની રહી ગયેલ હોય ફકત તેવા જ ઉમેદવારોઓએ તેની માહિતી પાઠવવા નિયત કરેલ નમુના માટે અહિં ક્લીક કરો. નમુના મુજબના સ્વપ્રમાણીત પ્રમાણપત્રોની નકલ તા. ર૪/ ૬/ ર૦૧પ સુધીમાં પોલીસ ભરતી બોર્ડના કંટ્રોલરૂમ, પોલીસ હેડકવાર્ટર, શાહીબાગ, અમદાવાદ, ૩૮૦૦૦૪ ને અચૂક મોકલી આપવાની રહેશે, ત્યારબાદ આવેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહિ. આ અંગે જે મહિલા ઉમેદવારોની ડોકયુમેન્ટસ ચકાસણી પોલીસ અકાદમી, કરાઇ, ગાંધીનગર ખાતે થઇ ગયેલ હોય તેઓએ ડોકયુમેન્ટસ મોકલવાના રહેતા નથી.
(૫)કુલ ભરવાની થતી જગ્યાઓના પ૦ ટકા વધુ મહિલા ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઇ વધારાની મહિલા ઉમેદવારોના Call Letter તા.ર૬/૦૬/ર૦૧પના રોજ http://ojas.guj.nic.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે અને આ અંગે ડોકયુમેન્ટની ચકાસણી તા.ર૮/૬/ર૦૧પ ના રોજ ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ, ગાંધીનગર ખાતે કરવામાં આવશે.
(૬)લોકરક્ષક ભરતીનું આખરી પરીણામ તા. ૧૦/૭/૨૦૧૫ નારોજ http://gprb2015.org તથા http://ojas.guj.nic.in ઉપર જાહેર કરવામાં આવશે.
(૭) આ અંગેની વધારાની વિગતો માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના કંટ્રોલરૂમ, પોલીસ હેડકવાર્ટર, શાહીબાગ, અમદાવાદ ના ફોન નંબરઃ ૦૭૯-રપ૬ર૬૪૧પ અથવા ટોલ ફ્રી નંબરઃ ૧૮૦૦ ર૩૩ પપ૦૦ ઉપર સવારના ૧૦ કલાક થી સાંજના ૬ કલાક સુધી સંપર્ક કરી શકાશે.